HomeEventsDonateMore

About us

Samkit Group members on yatra

Shraddha, Seva and Sadachar

શ્રદ્ધા, સેવા અને સદાચાર નો સરવાળો

33 years
of seva
500+
dharma-premi members
Samvat 2050
Founded in 1993
Goregaon
Mumbai, India

Our story

છેલ્લા 33 વર્ષોથી શાસનની સેવા કરી રહેલ અમારા સમકિત ગ્રુપની સ્થાપના સંવત ૨૦૫૦માં ફક્ત ૧૫ યુવાનોથી થઈ હતી, જે આજે 500 થી વધુ ધર્મપ્રેમી યુવાનોથી પલ્લવિત થયું છે.

શ્રદ્ધા સેવા અને સદાચારને એક માત્ર લક્ષ્ય બનાવીને કાર્ય કરતાં અમારા આ ગ્રુપનો વ્યાપ ફક્ત ગોરેગાંવ (મુંબઈ) સુધી સીમિત ન રહેતા સમગ્ર ભારતભરમાં પોતાના ધર્મકાયોઁથી પ્રખ્યાત બન્યું છે.

ફક્ત સાત જાત્રા કરાવવાની પ્રવૃતિથી શરૂ કરીને આજે દિક્ષા પ્રસંગોનું સંચાલન, શિબિરોનું સંચાલન, ધર્મનાટિકા, ગુરૂવૈયાવચ્ચ, તીર્થોપાસના વગેરે પ્રવૃતિ ધ્વારા શાસનની સેવા કરી રહ્યું છે.

નિત્ય બેસણા, પ્રતિકમણ તથા ચોવિહાર વગેરે ધર્મપ્રવૃતિને જીવનમાં ઉતારનારા યુવાનોએ અમારા ગ્રુપની શોભા વધારી છે.

What we do

  • Seven yatras
  • Diksha ceremonies
  • Shibirs
  • Dharma natika
  • Guru vaiyavach
  • Tirthopasana
See current events →

આજે અમે જે કાઈપણ છીએ

With gratitude

  • દેવાધિદેવ શ્રી ધર્મનાથ દાદા, દેવાધિદેવ શ્રી આદિનાથ દાદા અને દેવાધિદેવ શ્રી શાંતિનાથ દાદાનો અનંત અનુગ્રહ અમારો પ્રાણવાયુ છે.

  • પૂજ્યપાદ ગચ્છાઘિપતિ ભગવંત શ્રીમદ્ સુબોધસાગર સૂરીશ્વરજી મ.સા અને પૂજ્યપાદ ગચ્છાઘિપતિ ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સા આદિ અનેક પૂજ્ય ગુરૂવર્યોના અંતરના આશિષ અમારૂ પ્રેરક બળ છે.

  • અમને સુંદર માર્ગદર્શન આપનાર પરમ પૂજય આચાર્ય ભગવંત અભયશેખર સૂરીશ્વરજી મ.સા., પરમ પૂજય આચાર્ય ભગવંત મુક્તિવલ્લભ સૂરીશ્વરજી મ.સા., પરમ પૂજય આચાર્ય ભગવંત મેઘવલ્લભ સૂરીશ્વરજી મ.સા., પરમ પૂજય આચાર્ય ભગવંત ઉદયવલ્લભ સૂરીશ્વરજી મ.સા. તથા પરમ પૂજય આચાર્ય ભગવંત હૃદયવલ્લભ સૂરીશ્વરજી મ.સા ના અમે અત્યંત ઋણી છીએ.

  • શ્રી જવાહરનગર જૈન સંઘ તથા ગોરેગાંવ ના જૈન સંઘ ના સકળ સમુદાયનો ઉષ્માભર્યો સાથ અને સહકાર અમારૂ પ્રોત્સાહક પરિબળ છે.